Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઈન્કમટેક્સના જોઈન્ટ કમિશનર સુદીક્ષા રાની ડેપ્યુટેશન પર ગુજરાતમાં એડિશનલ કમિશનર સેલ્સ ટેક્સમાં સેવા આપશે

કેન્દ્રના સંબંધિત વિભાગ દ્વારા મંજૂરી અપાતા સામાન્ય વહીવટ વિભાગે કરી જાહેરાત

અમદાવાદ :  ઈન્કમટેક્સના જોઈન્ટ કમિશનર સુદીક્ષા રાની ડેપ્યુટેશન પર ગુજરાતમા ફરજ બજાવશે. ત્રણ વર્ષ માટે ગુજરાત સરકાર અંતર્ગત એડિશનલ કમિશનર સેલ્સ ટેક્સમાં સેવા આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રના સંબંધિત વિભાગ દ્વારા મંજૂરી અપાતા સામાન્ય વહીવટ વિભાગે એડિશનલ કમિશનર સેલ્સ ટેક્સ સુદીક્ષા રાની ડેપ્યુટેશન પર મૂકવાની જાહેરાત કરી છે.

(11:01 pm IST)