Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ: જાંબુઘોડામાં 4.28 ઈંચ ખાબક્યો

મોરવામાં 3.32 ઈંચ અને ગોધરામાં 2.3 ઈંચ વરસાદ તૂટી પડ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. સૌથી વધુ જાંબુઘોડામાં 4.28 ઈંચ, મોરવામાં 3.32 ઈંચ અને ગોધરામાં 2.3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે.

જ્યારે અરવલ્લીના મોડાસા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાકરિયા, ગોર-ટીમ્બા સહિતના વિસ્તારોમાં વરસાદથી મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. તો મહીસાગરમાં વરસાદને કારણે ખેતીમાં પાણી ભરાયા છે.  હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી આપી છે. 

(11:16 pm IST)