Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ખેડા જિલ્લામાં કાંગ્રેસને વધુ એક ઝટકો : ખેડા જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખ રાવજીભાઇ વાઘેલાએ રાજીનામું આપ્યું

રાજીનામુ આપી ચકલાસી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાવજીભાઇ વાઘેલાહવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી શક્યતા

ખેડા જિલ્લામાં ગુજરાત કાંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.  વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક નેતાએ રાજીનામું આપ્યું. ખેડા જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખ અને ચકલાસી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાવજીભાઇ વાઘેલાએ રાજીનામું આપી દીધું આપી દીધું  છે.  જો કે રાવજીભાઇ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે

(11:21 pm IST)