Gujarati News

Gujarati News

News of Tuesday, 7th December 2021

ઈંગ્લેન્ડથી વડોદરા આવેલ વૃદ્ધ દંપતિને કોરોના:એરપોર્ટથી સીધા જ હોસ્પિ. ખસેડાયા: બન્નેના સેમ્પલ પુણે મોકલવાયા

ઈંગ્લેન્ડમાં દંપતિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો: અમદાવાદ રિપોર્ટ પર બન્નેના રિપોર્ટ પોઝિટીવ

દેશમાં દૈનિક કોરોનાનાં કેસ ઓછા નોંધાયા છે. છતા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે દેશમાં ધીમે ધીમે કોરોનાનો નવો વેરિઅન્ટ હવે ઈંગ્લેન્ડથી એક દંપતિ વડોદરા આવી છે. જેને કોરોના હોવાનુ કહેવાઇ રહ્યુ છે.

ઈંગ્લેન્ડથી સ્વદેશ (ભારત) પરત ફરી રહેલા લોકોમાં કોરનાનાં કેસ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એક વડોદરાની દંપતિ ઈંગ્લેન્ડથી પરત ફરી હતી, જેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે તેમને કોરોના પોઝિટિવ છે. ઓમિક્રોનનાં ખતરાને સમજતા તેમના સેમ્પલને પુણેની વાઇરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ પહેલા ઈંગ્લેન્ડમાં જ્યારે આ દંપત્તિએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે તેઓ ઈંગ્લેન્ડથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા જ્યા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો તો તેઓ બન્ને કોરોના પોઝિટિવ મળી આવ્યા.

(1:54 pm IST)