Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પંજાબમાં પીએમ મોદીના કાફલાને અટકાવવાના વિરોધમાં નર્મદા બીજેપી દ્વારા રાજપીપળા ગાંધી ચોકમાં ધરણા પ્રદર્શન યોજાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડાપ્રધાન મોદીના કાફલાને અટકાવવાના કોંગ્રેસ સરકારના ખેલ સામે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા  જિલ્લામાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો  હતો.

પંજાબ ખાતે ભારતના વડાપ્રધાન મોદીના કાફલાને અટકાવી સુરક્ષાઓ સાથે ચેડાં થયા નર્મદા જિલ્લાના દરેક તાલુકા મથકોએ વડાપ્રધાનના દીર્ઘઆયુષ્ય માટે પ્રાર્થના કરી ધરણા અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું
પંજાબ કોંગ્રેસના રાજનૈતિક વિરોધમાં વડાપ્રધાન મોદીના દીર્ઘઆયુષ્ય માટેના ઉચ્ચારણો સાથે મોદી સુરક્ષિત અને સલામત રહે આ માટે ની લાગણીઓ વ્યક્ત કરતા ભા.જ.પ. સમૂહ દ્વારા ધરણા કરવામાં આવ્યા અને દેખાવોમાં પંજાબ કોંગ્રેસ સરકારની કૂટરાજનીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભારતના વડાપ્રધાનના પંજાબ પ્રવાસ દરમ્યાન પંજાબ ખાતેના હુસૈનીવાલામાં તેમના કાફલા આગળ કેટલાક દેખાવકારોએ અવરોધ સર્જી કાફલો રોકવાની ઘટના બનતા સમગ્ર દેશમાં રાજકીય ક્ષેત્રે ભારે હડકંપ સાથે ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે. જેને લઇને સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ પંજાબની કોંગ્રેસ સરકાર સહિત દેશની કોંગ્રેસ પર આકરા આક્ષેપો કરી ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજયા છે.જેમાં  રાજપીપલા ખાતે પણ આ ઘટનાના પગલે ભારતીય જનતા પાર્ટીમાં ભારે વિરોધના સૂર ઉઠવા પામ્યા છે જેમાં નર્મદા ભાજપાએ ” ભારત સ્ટેન્ડ વિથ મોદીજી” અને ” મોદીજી જીયો હજારો સાલ” ના સૂત્ર હેઠળ રાજપીપળા ગાંધી ચોક  ખાતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ  અને સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટીના નગર સહિત તાલુકાના સંગઠનના હોદ્દેદારોએ પદાધિકારીઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજી એકી સૂરે આ નિંદનીય ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

(11:39 pm IST)