Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રાજપીપળામાં પીવાના પાણીની ટાંકીમા મૃત કબુતરોની ઘટના બાદ જાત તપાસ કરવા સિંધીવાડના યુવાનોએ CO પાસે માંગી મંજૂરી

મેડિકલ સાયન્સ એવું કહે છે કે માનવ વસ્તી નજીક કબૂતરના વસવાટથી દમની બીમારી નો ખતરો હોય છે, તો મરેલા કબુતરો વાળું પાણી પીવાથી માનવ સ્વાસ્થ્યને કેટલું નુકશાન થાય તે બાબતે લાગતા વળગતા અધિકારીઓ અજાણ છે..?:તારીખ 6 સપ્ટેમ્બર 2021ના રોજ રાજપીપળા પાલિકા વોર્ડ નં 5માં પીવાનું સપ્લાય આપતી ટાંકીમા મરેલા કબુતરો જોવા મળતા અરેરાટી ફેલાઈ હતી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિંધીવાડ વિસ્તારના યુવાનો દ્વારા પોતાના વિસ્તાર મા પીવા ના પાણીનું સપ્લાય આપતી પાણીની ટાંકીમા કેટલી સાફ સફાઈ અને સ્વચ્છતા છે એ જોવા માટે પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાને પાણીની ટાંકીની જાત તપાસ કરવા દેવા મંજૂરી આપવા માટે લેખીત વિનંતી કરી છે, ગત તારીખ 6 સપ્ટેમ્બર 2021 ના રોજ પાણીની ટાંકીમાંથી મરેલા કબૂતરો મૃત હાલતમાં પાણીમાં તરતા હોવાની ઘટના ને કેટલાક સ્થાનિક યુવાનોએ કેમેરામાં કેદ કરી આ મામલાનો ઘટસ્ફોટ કર્યો હતો.

તે સમયે સ્થાનિક યુવાનો દ્વારા પાલિકાના સત્તાધીશોને વિનંતી કરાઇ હતી કે પાણીની ટાંકીમાંથી વિતરિત કરવામાં આવતું પાણી તાત્કાલિક અટકાવી દેવામાં આવે અને જ્યાં સુધી પાણીની ટાંકી ની પૂર્તિ સાફ-સફાઈ અને ક્લોરીનેશન ના થાય ત્યાં સુધી વિસ્તારના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે પરંતુ પાલિકા તંત્ર દ્વારા આવું કઈ કરાયું ન હતું.
આ ગંભીર ઘટના ને ત્રણ મહિના જેટલો સમય વીતી જતા હાલ સ્થાનિક યુવાનો દ્વારા પાણીની ટાંકી ની કેટલી સાફ સફાઈ થઈ છે અને શું પરિસ્થિતિ છે એની જાત તપાસ કરવા માટે પાલિકા ચીફ ઓફિસર ને લેખિત અરજ કરી તેમને રૂબરૂ પાલિકાના અધિકૃત માણસોની હાજરીમાં પાણીની ટાંકી ની સ્થિતિ જોવા માટે મંજૂરી આપવા માટે વિનંતિ કરાઈ છે,જો પાલિકા તંત્ર આ યુવાનો ને પાણી ની ટાંકી ની સ્વછતા જોવાની મંજૂરી નહિ આપે  તો આ યુવાનો ઉપવાસ પર બેસશે તેમ જાણવા મળ્યું છે.
 આ મામલે મુખ્ય અધિકારી એ જણાવ્યું કે કબૂતર વાળી વાત સાચી હતી અને યુવાનોએ જાત તપાસ કરવા લેખિત રજુઆત પણ કરી છે,આ યુવાનોને આ બાબતે હું બોલાવી ટાંકીની તપાસ કરવા મારા સ્ટાફ સાથે જવા ટૂંક સમયમાં મંજૂરી આપીશ.

(11:42 pm IST)