Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમદાવાદમાં મહિલા પોલીસ અસુરક્ષિત ! ? મહિલા એલઆરડીના ઘરમાં ઘુસી છેડતી :ટી-શર્ટ ફાડી નાખ્યું

વારંવાર વાત કરવાનું કહીને ગાળો બોલી બદનામ કરવાનું કહી બ્લેકમેઇલ કરતો હતો. બન્ને વચ્ચે થયેલી વાતનું રેકોર્ડિંગ કરી વાઇરલ કરવાની ધમકી આપતો

અમદાવાદ : મહિલાઓ સુરક્ષિત હોવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવતી  હોય છે ત્યારે બાપુનગરમાં રહેતી મહિલા પોલોસ કર્મીની જ છેડતી થાય તો સામાન્ય મહિલાઓ તો કેવી રીતે સુરક્ષિત રહે તે ચર્ચાનો વિષય બન્યો છે. બાપુનગરની મહિલા પોલીસ કર્મીની એક બાપુનગરના શખ્સે છેડતી કરી હતી અને ઘરમાં ઘુસી શારીરિક છેડછાડ કરી હતી. તેમ છતાં એક પોલીસ કર્મી તેને બચાવવા માટે ધમપછાડા કર્યા હોવાની ચર્ચા પોલોસ બેડામાં થઈ રહી છે.

બાપુનગર વિસ્તારમાં રહેતી અને મૂળ સૌરાષ્ટ્રની 26 વર્ષીય યુવતી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે છેલ્લા દોઢ વર્ષથી બાપુનગર વિસ્તારમાં રહેતા એક શખ્સ ભાવિન બરોટના સંપર્કમાં આવી હતી. દરમિયાનમાં યુવતીને તેના સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતી સાથે બજાવીન વારંવાર અભદ્ર માંગણીઓ કરતો હતો. યુવતી ને કોલ કરી બીભત્સ ભાષા માં વાતો કરતો હતો. યુવતી તેની સાથે વાત કરવાની ના પાડતા તે વારંવાર વાત કરવાનું કહીને ગાળો બોલી બદનામ કરવાનું કહી બ્લેકમેઇલ કરતો હતો. બન્ને વચ્ચે થયેલી વાતનું રેકોર્ડિંગ કરી વાઇરલ કરવાની ધમકી આપતો હતો.

આઠ મહિના પહેલા મહિલા પોલીસ કર્મી નોકરી પૂર્ણ કરી ઘરે જતી હતી આ સમયે ભાવિન બારોટ તેનો પીછો કર્યો હતો અને મહિલા પોલીસ કર્મીના ઘરમાં ઘુસી ગયો હતો અને પાછળ થી યુવતીને પકડી લીધી હતી. યુવતીનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું અને અન્ય કપડાં ઉતારવા પ્રયાસ કર્યા હતા. યુવતી ભવિનને રોકવા પ્રયત્ન કર્યા ત્યારે તેને ધમકી આપી હતી. ભાવિને કહ્યું કે, તું મારા વશમાં નહિ થાય તો તને બદનામ કરી નાખીશ, સબંધ રાખવા અને લગ્ન કરવા દબાણ કરવા કરતો હતો.

આમ ગાળો બોલી બદનામ કરવા ધમકી આપી હતી. જોકે વગદાર પોલીસ કર્મી યુવતી ફરિયાદ ન કરે તે માટે અથાગ પ્રયાસો કર્યા હતા. આખરે આ અંગે આઇપીસીની 354(એ), 354(બી), 354(ડી),507 અને 294 (ખ) હેઠળ ગુનો નોંધાયો હતો. ઉચ્ચ અધિકારીઓના કહેવાથી બાપુનગર પોલીસે આખરે ભાવિન બરોટની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ સ્થાનિક પોલીસે વિગતો છુપાવવા અથાગ પ્રયાસો કર્યા હતા.

(12:12 am IST)