Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ઓમિક્રોંન ભલે આવ્‍યો,નાના શહેરોમાં પણ લાંચના ભાવ વધવા લાગ્‍યાનું રસપ્રદ તારણ

રાધનપુર નગરપાલિકાના પ્‍લાનિંગ આસી.અને ઓથોરાઈઝડ એન્‍જીનીયર દ્વારા કમ્‍પ્‍લિશન સર્ટિફિકેટ માટે ૨ લાખ લેતા ઝડપાયા : બોર્ડર વિભાગના આસી. ડાયરેકટર કૃષ્‍ણ કુમારસિંહ ગોહિલ ટીમ દ્વારા વધુ એક સફળતા, ભારે ફફડાટ

રાજકોટ તા.૮,  કચ્‍છ ભૂજ બોર્ડર રેન્‍જના એસીબીના આસી. ડાયરેકટર તરીકેનો ચાર્જ ખાસ સંજોગો અને સ્‍થિતિ ધ્‍યાને લઈને કળષ્‍ણકુમારસિંહ ગોહિલને સુપ્રત કરવાનો ગૃહ મંત્રાલયનો નિર્ણય સાર્થક સાબિત થયો છે. લોકોને રોજ બરોજનો પનારો છે તેવા વિભાગના ચોક્કસ અઘિકારીઓ અને સ્‍ટાફ સામે તવાઇ ઉતરતા ફફડાટ મચ્‍યો છે આ દરમિયાન વધુ એક સ્‍ટાન્‍ડર્ડ કેસ દાખલ થયો છે.                                
પાટણના રાજકિય રીતે એક સમયે બહુ ગાજેલા રાધનપુરની નગરપાલિકાના પ્‍લાનિંગ આસી. સરસી જસિગ જાદવ તથાં ઓથોરાયઝડ એન્‍જિનિયર સંજય પ્રજાપતિને રૂપિયા ૨ લાખની લાંચ લેવાના આરોપસરના છટકામાં ઝડપી લેવાયા છે.                                        
એક જાગળત નાગરિક દ્વારા પાટણ લાંચ રૂશ્વત વિરોધી પોલીસ સ્‍ટેશનમાં બાંધકામ પૂર્ણ થયા બાદ બિલ્‍ડિંગ વપરાશ અંગેના કંપ્‍લીશન સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરતા આરોપી પ્‍લાનિંગ આસી.જાદવ દ્વારા ૨ લાખની માંગણી કરી આરોપીની ૨ ઓથોરાઈઝડ એન્‍જિનિયરને આપવા જણાવ્‍યાની ફરિયાદ આધારે ઓથોરીઝડ એન્‍જિનિયરને મદદનીશ નિયામક કળષ્‍ણ કુમાર ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીબી પીઆઇ પાટણ એચ.એસ.આચાર્ય ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ.

 

(2:53 pm IST)