Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સૌથી વધુ ૨૫૦૦ વિદેશ પ્રવાસીઓ આણંદ જિલ્લામાં

તમામને નિયમ મુજબ અલાયદા રખાયા : ઘણા કોરોના પોઝિટિવ માલુમ પડતા સારવાર : નવા કેસની દૃષ્‍ટિએ જિલ્લો રાજ્‍યમાં છઠ્ઠા ક્રમે : ગઇકાલે નવા ૧૩૩ કેસ

રાજકોટ તા. ૮ : ગુજરાતના સેંકડો લોકો ભારત બહાર સ્‍થાયી થઇને એન.આર.આઇ. તરીકે ઓળખાય છે. એન.આર.આઇ. સમયાંતરે વતનમાં આવતા રહેતા હોય છે. ડીસેમ્‍બરમાં વાતાવરણની અનુラકૂળતાના કારણે એન.આર.આઇ.નું મોટા પ્રમાણમાં આગમન થતું હોય છે. આ વખતે ગુજરાતમાં સૌથી વધુ ૨૫૦૦ જેટલા એન.આર.આઇ. આણંદ જિલ્લામાં આવ્‍યાનું તારણ નીકળ્‍યું છે. આણંદ જિલ્લો હાલ કોરોનાના વધુ કેસ ધરાવતા જિલ્લાની યાદીમાં આવી ગયો છે.
આણંદ જિલ્લામાં ૨૫૦૦, ખેડામાં ૧૬૦૦, નવસારીમાં ૧૦૦૦ જેટલા એન.આર.આઇ. આવ્‍યા છે. તેમાના ઘણા કોરોના પોઝિટિવ માલુમ પડયા છે. પોઝિટિવવાળા તમામને આઇસોલેશન અથવા હોસ્‍પિટલમાં અને બાકીના પ્રવાસીઓને હોમ કોરોન્‍ટાઇનમાં રખાયા છે. આણંદ જિલ્લામાં કોરોનાના કેસ વધવાનું એક મોટું કારણ ટ્રાવેલ હિસ્‍ટ્રી હોવાનું સામે આવ્‍યું છે. ગઇકાલે જિલ્લામાં ૧૩૩ નવા કેસ નોંધાયા છે. ગઇકાલની સ્‍થિતિએ કોરોનાના નવા કેસની દૃષ્‍ટિએ આણંદ જિલ્લો ગુજરાતમાં છઠ્ઠા ક્રમે છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્‍ય તંત્ર દ્વારા પરિસ્‍થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જાન્‍યુઆરીના બીજા અઠવાડિયામાંથી એન.આર.આઇ. પરત જવાનું શરૂ થઇ જશે.

 

(12:14 pm IST)