Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

માલપુરના ટીસ્કી ગામ નજીક રાત્રિની વેળાએ દૂધનું ટેન્કર ઊંધું વળતા ચાલકનું મોત

મોડાસા: મોડાસા-માલપુર રોડના ટીસ્કી ગામના સ્ટેન્ડ નજીક માર્ગ પરથી પસાર થતી દુધ ભરેલ ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં જ આ ટેન્કર રોડ સાઈડે પલ્ટી ગયું હતું.આ અકસ્માતમાં ૩૩ વર્ષિય ટેન્કર ચાલકને શરીરે જીવલેણ ઈજા પહોંચતાં જ ઘટના સ્થળે મોત નીપજયું હતું.

માલપુર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની દુધ મંડળીઓમાંથી દુધ ટેન્કરમાં ભરી ચાલક જયંતીભાઈ કમજીભાઈ તબીયાડ રહે.રોલા,તા.મેઘરજ ગત ગુરૃવારની મોડી સાંજે સાબરડેરી હિંમતનગર જઈ રહયા હતા. ત્યારે ટીસ્કી સ્ટેન્ડ પાસે અચાનક આ ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં દુધ ભરેલ ટેન્કર રોડ સાઈડે પલ્ટી ગયું હતું અને ચાલકને જીવલણે ઈજાઓ પહોંચતાં જ ઘટના સ્થળે મોત નીપજયુું હતું.ટેન્કર પલ્ટી જતાં મોતને ભેટેલ ટેન્કર ચાલક જયંતિભાઈ કમજીભાઈ તબીયા(ઉ.વ.૩૩)ના અકસ્માતે મોત અંગેની જાણ તેઓના ભાઈ દ્વારા માલપુર પોલીસ સ્ટેશને કરાઈ હતી.  માલપુર પોલીસે પુઝડપે ગફલતભરી રીતે ટેન્કર હંકારી સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવી રોડ સાઈડે ટેન્કરને પલ્ટી ખવડાવી દેનાર મૃતક ચાલક  વિરૃધ્ધ ગુનો નોંધી જરૃરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:46 pm IST)