Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ખેડા જિલ્લામાં ચાર અલગ અલગ સ્થળેથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ : ખેડા જિલ્લામાં ચાર અલગ અલગ સ્થળેથી સ્થાનિક પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો છે.કપડવંજ-મોડાસા હાઇવેના પરના સોનીપુરા પાટીયા પાસે,કઠલાલના છીપડી મેઇન બજારમાંથી,ડાકોર શહેરમાંથી અને મહુધાના ફીણાવ ભાગોળ ખાણીયાવાળ પાસેથી ચાઇનીઝ  દોરી ઝડપી પાડી હતી.ચારેય બનાવમાં કુલ-૫વ્યક્તિઓ વિરુધ્ધ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. કપડવંજ ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયેબાતમી મળી હતી કે કપડવંજના આલમપુરા પંચાયત ફળીયા પાસે રહેતા રાહુલકુમાર ઉર્ફે પોપટ મંગળભાઇ સોઢા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચે છે.જે અન્વયે પોલીસ ટીમ બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી.તે સમયે બે વ્યક્તિઓ પ્લાસ્ટીકની મીણીયાની કોથળી લઇને ઉભા હતા.પોલીસ ટીમે તેમને રાઉન્ડઅપ કરી મીણીયાની કોથળીઓ જોતા તેમ ચાઇનીઝ દોરીના અલગ અલગ ટેલર મળી આવ્યા હતા.પોલીસ ટીમે ચાઇનીઝદોરીના ટેલર નંગ-૪૧ કિ. રૂા. ૧૨,૩૦૦નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આબનાવ અંગે રાહુલકુમાર ઉર્ફે પોપટ મંગળભાઇ સોઢા અને દીપકુમાર કનુભાઇ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલ સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળીહતી કે છીપડી મેઇન બજારમાં જીગ્નેશભાઇ જશવંતભાઇ સોનીતેમની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરે છે.જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી.દુકાનમાં પડેલ પુઠાના ખોખામાં જોતા ચાઇનીઝ દોરીના હાથા વગરના મોટા ફીરકા ભર્યા હતા.પોલીસ ટીમે ચાઇનીઝ દોરીના ફીરકા નંગ-૬૧કિ.રૂા.૧૨,૨૦૦નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે જીગ્નેશભાઇ જશવંતભાઇ સોની વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:48 pm IST)