Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સુરતના પાંડેસરા વિસ્તારમાં પિતાએ દારૂના પૈસા ન આપતા કળયુગી પુત્રએ પિતાના પેટમાં ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

સુરત : પાંડેસરા વિસ્તારમાં  પુત્રએ દારૃ પીવા માટે માગેલા પૈસા આપવા પિતાએ ના પાડતા ઉશ્કેરાયેલા કળયુગી પુત્રએ પિતાના પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં આર્વિભાવ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય ભૈયાસાહેબ બ્રહસેને ગુરૃવારે મોડી રાતે તેના પુત્ર પ્રવિણે પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી ભાગી ગયો હતો.બાદમાં તેમને પરિવારના સભ્યો  સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તેમના પરિચિત વ્યકિતએ જણાવ્યું હુત કે ભૈયાસાહેબના પુત્ર પ્રવિણને દારૃની કુટેવ છે. તેમના પુત્રએ  પિતા પાસેથી દારૃ પીવા માટે  પૈસા માંગ્યા હતા. ત્યારે તેના પિતાએ તેને પૈસા આપવાનો ઇન્કાર કરતા પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને તેમના ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

 

(4:50 pm IST)