Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વડોદરાના દશરથ ખાતે પાડોશીની ગાય ઘુસી આવતા ગાયના બને પગ પર હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેર ના દશરથ ખાતે એક પશુપાલકના વાળા માં પાડોશી ની ગાય ઘૂસી આવતા તેણે ગાયના બંને પગ પર ધારિયા વડે હુમલો કરી અપંગ બનાવી દીધી હોવાના બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. દશરથ ગામે ઈન્દીરા નગરી ભરવાડ વાસ માં રહેતા જયેશ ભરવાડે પોલીસને કહ્યું છે કે,ગઈકાલે મારે ત્યાં વાહનમાં શેરડીનો જથ્થો આવ્યો હોવાથી મેં મારી ગાયને છૂટી મુકી હતી અને ત્યારબાદ હું મારી માતાને ગાય આવે એટલે બાંધી દેજો તેમ કહી નોકરીએ ગયો હતો. મધરાતે હું નોકરી પર હતો ત્યારે દિપક ભાઈ નો ફોન આવ્યો હતો અને મારી ગાય તેમની દુકાન પાસે લોહીલુહાણ હાલતમાં હોવાની જાણ કરી હતી. હું તાત્કાલિક દોડી આવ્યો ત્યારે મારી ગાયના પાછળ ના બંને પગ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાનું અને તે ઉભી થઇ નહી શકતી હોવાનું દેખાઈ આવ્યું હતું. તપાસ કરતા ગોવિંદભાઈ ભરવાડે મારી ગાય પર હુમલો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. મારી ગાય અગાઉ પણ તેમના વાડામાં ગઇ હતી ત્યારે તેમણે લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી આ વખતે પણ તેમણે હુમલો કર્યો હોવાની મને આશંકા છે. છાણી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:54 pm IST)