Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોવિડ પરિસ્થિતિને અનુલક્ષીને રવિવારે પ્રભાર મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી રાજકોટ તેમજ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ભાવનગર પ્રવાસે

ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ, સાંજે ૬ કલાકે મેડીકલ હોસ્પિટલ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું અવલોકન કરશે.

 અમદાવાદ : ગુજરાત સરકારના કેબિનેટ (શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી) મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટના પ્રભારી મંત્રી તરીકે સવારે ૧૧ કલાકે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી સમીક્ષા બેઠક કરશે. તદુપરાંત સાંજે ૫:૩૦ કલાકે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ, સાંજે ૬ કલાકે મેડીકલ હોસ્પિટલ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું અવલોકન કરશે.

સવારે રાજકોટ અને સાંજે ભાવનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર, અધિકારીઓ,  મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો તેમજ સ્થાનિક સંગઠન ભાજપના આગેવાનો ઉપસ્થિતિમાં આ સમીક્ષા બેઠકમાં જિલ્લા અને શહેરમાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા,  રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.
જીતુભાઈ વાઘાણી અનુકૂળતાએ મીડિયાના મિત્રોને સંબોધન પણ કરશે.

 

(7:58 pm IST)