Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સાગબારા તાલુકાના નાલાકુંડ પાસેથી બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ત્રણ શખ્શોને LCB પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાલકુંડ ગામ નજીકથી બોલેરો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂના મુદામાલ સાથે ત્રણ શખ્સોને એલસીબી ટીમે ઝડપી લીધા હતા

મળતી માહિતી મુજબ તારીખ 7 જાન્યુઆરીએ નર્મદા એલ.સી.બી.સ્ટાફના માણસો સાગબારા દેવમોગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળતા નાકાબંધી કરી બોલેરો ગાડી નંબર GJ-22-A-4188માં બિયર ટીન ઈંગ્લીશ દારૂના હોલ સહિતનો મુદામાલ તેમજ બોલેરો ગાડી મળી કુલ કિંમત રૂપિયા 3,14,000 ના મુદ્દામાલને જપ્ત કરી વિરલ ગોવિંદ વસાવા,પ્રશાંત સંખારામ વસાવા( રહે. દેવમોગરા) કલ્પેશ અજબસિંગ વસાવા( રહે.ગોનઆંબા ) વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે

(10:36 pm IST)