Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ધોલેરા તાલુકાના ભડીયાદ ગામમાં પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

( વંદના નીલકંઠ વાસુકીયા,) વિરમગામ : ધોલેરા તાલુકા ના ભડીયાદ ગામે પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત અમદાવાદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિ સુરજીતસિહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ભડીયાદ નાના દુવારા મહંત અરજણબાપુ, ધંધુકા એ. પી. એમ. સી. ચેરમેન સહદેવસિંહ ગોહિલ,પૂર્વ ભાજપ પ્રમુખ ભુપતસિહ,ધોલેરા તાલુકા ભાજપ મંડલ આગેવાન સિધ્ધરાજસિંહ ચુડાસમા, ભડીયાદ ગ્રામ પંચાયત સરપંચ, ગ્રામજનો, ધોલેરા તાલુકા ભાજપ મંડલ આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ( તસવીર : પરેશ હપાણી - ધોલેરા)

(11:03 pm IST)