Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સુરતમાં ધર્મપરિવર્તનનો વીડિયો વાયરલ થતા ખળભળાટ : તેલંગાણાની મહિલા પર હિન્દુ સંગઠન દ્વારા કરાયો આક્ષેપ

મહિલાએ પોતાના દીકરાના મૃત્યુ મામલે પ્રાર્થના સભા કરી હોવાનું નિવેદન આપ્યું

 

સુરત : તેલંગાણાની મહિલા ધર્મપરિવર્તન કરાવતી હોવાના આક્ષેપ કરાયા છે. હિન્દુ સંગઠન દ્વારા મહિલા પર ધર્મપરિવર્તન કરાવતી હોવાનો આરોપ લગાવ્યો છે.અને મહિલાનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.જ્યારે મહિલાએ પોતાના દીકરાના મૃત્યુ મામલે પ્રાર્થના સભા કરી હોવાનું નિવેદન આપ્યું છે. સમગ્ર મામલે પોલીસે આ મામલે પૂછપરછ બાદ આગળ તપાસ શરૂ કરી છે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે જો હિન્દુ સંગઠનનો દાવો સાચો છે તો કાર્યવાહે ક્યારે કરાશે?

લાલચ આપી ધર્મપરિવર્તન કરાવનારાઓ પર લગામ ક્યારે?. લોભ-લાલચ આપી ધર્મપરિવર્તન કરાવાનારાઓ સામે કાર્યવાહી ક્યારે?. આવા લોકો સામે કડક કાર્યવાહી કેમ નથી કરાતી?. લલચાવીને ધર્મપરિવર્તન કરાવાના સતત મામલાઓ સામે આવે છે. લલચાવી ધર્મપરિવર્તનની આ પ્રવૃત્તિ ક્યારે અટકશે?.

(11:19 pm IST)