Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સુરત :યુવતીનું ફેક યુઝર આઈડી બનાવી બદનામ કરતા બીભત્સ મેસેજ કરનાર અજાણ્યા શખ્શ સામે ફરિયાદ

ચાર વર્ષ અગાઉ કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા યુવતીના નામની ફેક આઈ. ડી. બનાવી તેનો દુરુપયોગ કરતાં તેણીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ બંધ કરી દીધો હતો

બારડોલી :સોશ્યલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર 20 વર્ષીય યુવતીનું ફેક યુઝર આઈડી બનાવી બદનામી કરતાં બીભત્સ મેસેજ કરતાં યુવતીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ સુરત રેન્જના સાઇબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 આ અંગે સુરત રેન્જના સાઇબર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતી 20 વર્ષીય યુવતી સુરતના ઘોડદોડ રોડ પર આવેલ જાવેબ હબીબ સલૂનમાં બ્યુટીશયનનો કોર્ષ કરે છે. તેની કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનનો ઉપયોગ કરતી હતી. ચાર વર્ષ અગાઉ કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા યુવતીના નામની ફેક આઈ. ડી. બનાવી તેનો દુરુપયોગ કરતાં તેણીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ બંધ કરી દીધો હતો. આ દરમ્યાન પાંચ મહિના અગાઉ તેણીની માતાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે તેના નામથી એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી એક્ટિવ છે જેમાં તેણીનો નંબર પર લખેલો છે. આ ફેક આઈડીથી બીભત્સ મેસેજો કરી બદનામ કરવાનો પ્રયાસ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવતા તેણીએ સુરત રેન્જની સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરતી હતી પોલીસે હાલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(11:37 pm IST)