Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોનાના વધતા સંક્રમણને પગલે સુરતમાં આયોજિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહનોકાર્યક્રમ મોકૂફ

16 જાન્યુઆરીએ બાજીપુરા ખાતે સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન માટે સુમુલના સભાસદો સાથે સંમેલન હતું

ગુજરાતમાં કોરોનાના સતત વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં આયોજીત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેમાં 16 જાન્યુઆરીએ બાજીપુરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેવાના હતા.સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન માટે સુમુલના સભાસદો સાથે સંમેલન યોજવાનો હતો. કોરોનાના સંકટને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે,જેમાં અમદાવાદ શહેર બાદ સુરત(Surat) શહેર શહેરમાં કોરોનાના વધુ કેસો નોંધાઈ રહ્યા છે. તેમજ સુરતમાં કોરોના કેસોની સંખ્યા રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. આજે પણ સુરતમાં કોરોના કેસોની સંખ્યા 1578 પર પહોંચી છે. જેમાં સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં 446 નોંધાયા છે. તે બાદ રાંદેર ઝોનમાં 327 કેસ સામે આવ્યા છે.

વરાછા અને કતારગામ ઝોનમાં પણ હવે કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે કતારગામ ઝોનમાં 213 કેસ, વરાછા બી ઝોનમાં 154 કેસ, વરાછા એ ઝોનમાં 121 કેસ નોંધાયા છે. જ્યારે ઉધના વિસ્તારમાં પણ 160 જેટલા કોરોના ના કેસો સામે આવ્યા છે

શનિવારે નોંધાયેલા 1578 કેસોની સામે 323 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે એક સમયે જે રિકવરી રેટ સો ટકાની આસપાસ પહોંચી ગયો હતો, તેમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાનો રિકવરી રેટ 94.3 ટકા નોંધાયો છે.

(11:56 pm IST)