Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ધોળકામાં દવાખાનું ચલાવતો બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો

પોલીસે બોગસ ડિગ્રી સાથેનો દવાઓ સહિત કુલ 1 લાખ 27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી નાં અધિકારીઓને નકલી ડોક્ટર દ્વારા દવાખાનું ચલાવીને જનતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની માહિતી મળી હતી. જેના આધારે તેમણે આરોગ્ય અધિકારીઓને સાથે રાખીને તપાસની કાર્યવાહી શરૂ કરી.હતી 

આ તપાસ દરમિયાન ધોળકામાં બુરહાનભાઈ મુલ્લા નામનાં એક વ્યક્તિ દ્વારા બોગસ ડિગ્રીને આધારે દવાખાનું ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીની પૂછપરછ કરતા નકલી ડીગ્રીનો ભેદ ખુલી ગયો હતો. જે બાદ પોલીસે બોગસ ડિગ્રી સાથેનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે દવાઓ સહિત કુલ 1 લાખ 27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી તરફ નકલી ડોક્ટરની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે. આરોપી ડોક્ટર તરીકેનું બોગસ સર્ટિફિકેટ ક્યાંથી લાવ્યો હતો અને તેની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે

(9:10 pm IST)