Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દેડીયાપાડા સરકારી કોલેજ સામે બોલેરો ગાડીએ મો.સા.સાથે અકસ્માત કરતા બે ને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલી સરકારી વિનિયન કોલેજની સામે એક બોલેરો ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ હંકારી મો.સા. સાથે અકસ્માત કરતા મો.સા.પર જઈ રહેલા બે ને ગંભીર ઇજાઓ થઈ હતી.
  પ્રાપ્ત માહિતી અનુસાર નિતેશભાઈ રાયસીંગભાઈ વસાવા (રહે.કોયલી માંડવી નવી વસાહત તા.નેત્રંગ જી.ભરૂચ )ની ફરિયાદ મુજબ તેઓ તેમની મો.સા.નં.GJ - 16-CR.1886 પર જતાં હતાં ત્યારે ડેડીયાપાડાની સરકારી વિનિયન કોલેજ સામે એક બોલેરો પિકપ ગાડી નંબર GJ - 22-U.2978 ના ચાલકે પોતાના કબજા માંની ગાડી ગફલત ભરી રીતે હંકારી લાવી મો.સા.સાથે એક્સીડન્ટ કરતા તેમના હાથના કાંડા પાસે ફેક્ટર કરી તથા બચીબેનને પગના ઘુંટણથી  ફેક્ટર કરી બોલેરો લઈ નાસી જતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(11:35 pm IST)