Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દેડીયાપાડા પોલીસે ફુલસર ગામની સીમમાંથી 1.20 લાખના દારૂ સહિતનો મુદામાલ ઝડપી પાડ્યો :ચાર આરોપીઓ વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી તાલુકા / જિલ્લા પંચાયતની ચુંટણીઓ શાંતી પુર્ણ રીતે યોજાય તે હેતુથી લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતી પર વોચ રાખી વધુને વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા હિંમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા સુચના મળતા રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા ડીવીઝનના માર્ગદર્શન મુજબ ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજીક પ્રવુતીઓ પર અંકુશ મેળવવા  સુચના મળતા દેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં પોલીસ ટિમ નાઈટ  પેટ્રોલીંગમા નીકળી હોય એ દરમ્યાન બાતમી મળેલ કે સુરતાનભાઇ મોહનભાઇ વસાવા (રહે - ગીચડ  તા.દેડીયાપાડા) એ તેના મળતીયા માણસ જગદીશભાઇ પાંચીયાભાઇ વસાવા હાલ (રહે - ફુલસર પટેલ ફળીયા તા.દેડીયાપાડા મુળ રહે - કુટીલપાડા તા.દેડીયાપાડા )સાથે મળીને ફુલસર ગામની સીમમાં જંગલ જમીન વાળા ખેતરમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો છે.અને આ દારૂનો જથ્થો સુરેશભાઇ ઇશ્વરભાઇ વસાવા (રહે.માંડણ તા. નાંદોદ )લેવા આવેલ છે.તેવી બાતમી મળતા પો.સ.ઇ. એ.આર.ડામોર સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ત્રણ થી ચાર માણસો પોલીસ ની ગાડીઓની લાઇટો દુરથી જોઇ અંધારાનો લાભ લઇ જંગલ ઝાડીમાં નાસી ગયા હતા પરંતુ આ જગ્યા પર વ્હીસ્કીની પેટીઓ નંગ -૨૧ માં ક્વાટરીયા નંગ -૧૦૫૦- કિ.રૂ .૧૦૫,૦૦૦ તથા એક હોન્ડા કંપનીની શાઇન મો.સા.નં.GJ.22.DB 5666 ની કિંમત રૂ .૧૫૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૨૦,૦૦૦ નો પ્રોહી.મુદામાલ મળી આવતા ( ૧ )સુરતાન મોહનભાઇ ( ૨ ) જગદીશભાઇ પાંચીયાભાઇ વસાવા( ૩ ) ખેતર માલીક મુળજીભાઇ રતીયાભાઇ વસાવા( રહે.ફુલસર,તા. દેડીયાપાડા) ઇગ્લીશ દારૂ લેવા આવનાર ( ૪ ) સુરેશભાઇ ઇશ્વરભાઇ વસાવા (રહે - માંડણ તા.નાંદોદ) ને વોન્ટેડ જાહેર કરી પો.સ.ઇ. એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે.એ વધુ તપાસ હાથ ધરી છે .

(11:34 pm IST)