Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ખેડાના ઠાસરાના સેવાલીયા રોડ પર કારે ટક્કર મારતા બાઇકસવાર કેનાલમાં ડૂબ્યો

બાઈક સવાર યુવાન બાલાસિનોરનો વતની

ખેડા જીલ્લાનાં ઠાસરા તાલુકાનાં સેવાલીયા રોડ પર અકસ્માત સર્જાયો છે સ્થાનીકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને  નડિયાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી, ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને તપાસ આગળ હાથ ધરતા જાણવા મળ્યું કે,  બાઈક સવારને કારે ટક્કર મારતા બાઈક સવાર યુવાન મહી કેનાલમાં ડૂબ્યો હતો. મળતી માહિતી મુજબ બાઈક સવાર યુવાન બાલાસિનોરનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આગળ આરોપીને પકડવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.
 

(11:43 pm IST)