Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સિયાસત કે યોધ્‍ધાઓ કી બડી કસરત હો રહી હૈ, ચૂનાવ કે દિન હૈ લોગો કી બડી સેવા હો રહી હૈ

૮૧ નગરો, ર૬ર પંચાયતોમાં ઉમેદવારીના દ્વાર ખુલ્‍યા : જાહેરનામુ પ્રસિધ્‍ધ

નગરપાલિકાઓ અને તાલુકા-જિલ્લા પંચાયતોમાં આજથી તા. ૧૩ સુધી ફોર્મ ભરી શકાશે : રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ અને તાલુકા પંચાયતોની ર૦ર બેઠકો

રાજકોટ, તા. ૮ :  રાજયમાં નગરપાલિકાઓ અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડયું છે. આજથી ૬ દિવસ માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે. ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારો છેલ્લા બે દિવસમાં ફોર્મ ભરશે. રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો તેમજ ૧૧ તાલુકા પંચાયતોની ૩૬ બેઠકો તેમજ ૧૧ તાલુકા પંચાયતોની ર૦ર બેઠકો અને ગોંડલ સહિતની સુધરાઇઓની ચૂંટણી માટે જાહેરનામુ બહાર પડયું છે.  તા. ૮ થી ૧૩ સુધી જે તે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી પત્ર રજુ કરવાનો સમય છે. તા. ૧પમીએ ચકાસણી થશે. તા. ૧૬ મીએ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે. તે દિવસે બપોર પછી ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થશે. તા. ર૮ મીએ સવારે ૭ થી સાંજે ૬ વાગ્‍યા સુધી મતદાનનો સમય રહેશે. તા. ર માર્ચે મત ગણતરી થશે.

૬ મહાનગરોમાં ઉમેદવારી પત્ર રજુ કરવાની મુદત પુરી થઇ ગઇ છે. અને આજે ચકાસણી થઇ જતા રાજકીય પક્ષોએ હવે નગરો અને ગ્રામીણ ક્ષેત્રોની ચૂંટણી તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કર્યુ છે. કેટલાક સ્‍થળોએ અપક્ષો પણ મેદાને પડનાર છે. તાલુકા જિલ્લા પંચાયતો તથા શહેરી ક્ષેત્રના પ્રચારના અમુક મુદ્દા સરખા અને અમુક અલગ અલગ છે.

(12:13 pm IST)