Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જયારે એસીબી વડા કેશવકુમારની સમય સુચકતાને કારણે એક યુવાનનો જીવ બચી ગયો

કારનો પીછો કરી ઓવર ટેક દ્વારા કાર ચાલકને ઝડપી લઇ પોલીસને સુપરતઃ કરોડોની બેનામી સંપત્ત્િ। જપ્ત કરાવનાર અફસર અનોખી ફરજ નિષ્ઠા : કાર પાર્કિંગની તકરારમાં કોન્ટ્રાકટરે ગુસ્સે થઈ પગલું ભરેલઃ અમદાવાદની ચોકાવનારી ઘટના

 રાજકોટ તા.૮, સમગ્ર ગુજરાતમાં વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સ્ટાફ સામે છટકા ગોઠવી કરોડોની બેનામી સંપત્ત્િ। જપ્ત કરબનાર ગુજરાતના એસીબી વડા કેશવકુમારની જાગૃતિ અને ફરજ નિષ્ઠાને કારણે એક વ્યકિતનો જીવ બચી ગયો હતો.                                      

સૂત્રોમાંથી પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ સાબરમતી રિવર ફ્રન્ટ ઇસ્ટ બગીચા પાસે પાર્ક કરેલ એક કાર સંદર્ભેની તકરારમાં ગુસ્સે થયેલ પાર્કિંગ કોન્ટ્રાકટર દ્વારા જેમની સાથે બોલાચાલી થયેલ તે યુવાનને મોટરના બોનેટ પર બેસાડી પુર ઝડપે કાર હંકારી હતી.                                  

યોગનું યોગ એજ સમયે એસીબી વડાં કેશવકુમાર ત્યાંથી પસાર થતા હતા. આવ્યું દ્રશ્ય જોઈ તેવો ચોકી ઉઠ્યા. તેઓ એ તુર્તજ પોતાની સરકારી કાર થી ઓવર ટેક કરી પુર ઝડપે રોંગ સાઈડમાં દોડતી કારને અટકાવી તેને ઘેરી લીધી હતી.           

આમ ડીજી લેવેલાનાં એસીબી વડા કેશવકુમારની સમય સૂચકતાને કારણે એક યુવાનની જિંદગી બચી ગઇ હતી.                                 

ત્યારબાદ એસીબી વડા દ્વારા ઘટનાની જાણ સાબરમતી રિવર ફ્રન્ટ પોલીસને કરતા પીઆઇ સહિત ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલક જુહાપુરાના અબ્દુલ હમીદ સામે આગળની કાર્ય વાહી હાથ ધરેલ.

(1:30 pm IST)