Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વડોદરા નજીક મહીસાગર નદીમાંથી હાથ બાંધેલ હાલતમાં 35 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી આવતા ગુનો દાખલ

વડોદરા:નજીક મહીસાગર નદીમાંથી હાથ પગ બાંધેલી હાલતમાં 35 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા નજીક પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગઈકાલે અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જણાઇ આવ્યો હતો. જેથી સ્થાનિક રહીશે અંગે પોલીસને જાણ કરી હતી બનાવના પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.

આશરે 35 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિએ કથ્થઈ કલરની ગંજી અને નેવી બ્લુ કલર નું પેન્ટ પહેર્યું હતું. તેમજ તેના ગળાના ભાગે કપડું તથા હાથ પગ દોરીથી બાંધી દીધા હતા. બનાવ સંદર્ભે   પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:42 pm IST)