Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વડોદરાના કોયલીની ગોકુલધામ રેસિડેન્સીમાં મકાનમાં ચાલતી દારૂની ખુલ્લી મહેફિલ પર પોલીસે દરોડા પાડી ચાર શખ્સોને ઝડપી પાડયા

વડોદરા: શહેરના કોઈ વિસ્તારમાં એક મકાન પાસે ખુલ્લામાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની વિગતોના પગલે પોલીસે દરોડો પાડી ચાર જણાને ઝડપી પાડયા હતા.

કોયલીની ગોકુલધામ રેસીડેન્સી વિભાગ 2 એક મકાન પાછળ કેટલાક મિત્રો દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે ઉપરોક્ત મકાનમાં રહેતા ઉપેન્દ્રસિંઘ શ્યામ બિહારી સિંઘ,રણવિજયસિંઘ વિરેન્દ્ર સિંઘ સિંઘ,મુકેશ કુમાર સિંઘ અરવિંદ સિંઘ રાજપુત અને (તમામ મૂળ રહે.રકોબી ગામ, જિલ્લો શિવાની,બિહાર) અભિષેક કુમાર સિંઘ કાંતિ કુમાર સિંઘ (મૂળ રહે. ગોરખપુર બિહાર) ને ઝડપી પાડી દારૂની એક ભરેલી અને ખાલી બોટલ કબજે કરી હતી.

(5:43 pm IST)