Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આડેધડ ખોદકામ દરમ્યાન ગેસ પાઈપલાઈન તૂટતાં ચાર લાખથી વધુ લોકોની હાલત કફોડી

વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે ફરી એકવાર આડેધડ ખોદકામ દરમિયાન ગેસ લાઈન તુટતાં ચાર લાખ થી વધુ લોકોની સવાર બગડી હતી.

વડોદરામાં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી ના કારણે આડેધડ ખોદકામ થતું હોવાથી ગેસ લાઇન લાઇન અને પાણીની લાઈન તૂટવાના વારંવાર બનાવો બની રહ્યા છે.

તાજેતરમાં ગેસ લાઇન તૂટવાના કારણે ગોત્રી વિસ્તારમાં બે લાખ લોકો અડધો દિવસ ગેસ વગર રહ્યા હતા. આજે રીતે ફરી એકવાર રેસકોર્સ વિસ્તારમાં બની રહેલા બ્રિજ નીચે આંબેડકર સર્કલ પાસે જેસીબીથી ખોદકામ દરમ્યાન ધડાકા સાથે ગેસ લાઈન તૂટી હતી.

ગેસ વિભાગને જાણ થતા ગેસની મુખ્ય લાઇન બંધ કરી રીપેરીંગ કામ શરૂ કરાયું હતું. જેના કારણે ગોત્રી, સુભાનપુરા, રેસકોર્સ, ભાયલી સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને ત્રણ કલાક સુધી ગેસનો પુરવઠો મળી શક્યો હતો. જેના કારણે લોકોને સવારની ચા તેમજ રસોઈ માં મોટી અડચણ પડી હતી. બપોરે પોણા બાર વાગ્યાના અરસામાં ગેસ પુરવઠો ચાલુ કરી દેવામાં આવતા રાહત થઇ હતી.

(5:43 pm IST)