Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વડોદરામાં સગા સાળાએ બિલ્ડર સાથે મળી ખોટી સહી કરાવી પાંચ કરોડની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

વડોદરા:સગા સાળાએ તેના બિલ્ડર બનેવીની ખોટી સહી કરી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બાંધકામ કરેલી જગ્યાને ઓપન  પ્લોટ બતાવી બેન્કમાંથી પાંચ કરોડ રૃપિયાની લોન બેન્કના અધિકારી,નોટરી તેમજ વકીલ સાથેના મેળાપીપણાંેમાં મંજૂર કરાવી લીધી હતી.જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી વીમા દવાખાનાની પાછળ સરસ્વતી સોસાયટીમાં રહેતા બિલ્ડર સમીર સુરેન્દ્રભાઇ જોષીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મેં વર્ષ ૨૦૧૦ માં  સુનિતાબેન મનોજકુમાર ચંદીરામાની પાસેથી ગોત્રી રામેશ્વર વિદ્યાલયની સામે આવેલું જૂનુ મકાન વેચાણથી રાખ્યુ હતું.તથા અલકાપુરી અરૃણોદય સોસાયટીમાં જ્યોતિપ્રસાદ મૂળશંકર જોષી પાસેથી પણ એક જૂનુ મકાન લીધુ હતું.અમે જ્યોતિ કન્સટ્રકશનના પ્રોપાઇટર તરીકે રહેણાંક ફ્લેટની સ્કીમ બનાવવાનું નક્કી કર્યુ હતુ.અને મેં એક ભાગીદારી પેઢી આર.આર.કે.પ્રોપર્ટિઝ  બનાવી હતી.જેમાં કુલ પાંચ ભાગીદારો હતા.જેમાં હું ,મારો સાળો સુકુમાર પ્રફુલ્લચંદ્ર જોષી,મારા સાસુ રંજનબેન જોષી,મારા કાકાની  પુત્રી પ્રીતિબેન જાની,લીલાબેન વ્યાસ હતા. ભાગીદારી પેઢી માત્ર બાંધકામ પુરૃ કરવા માટે બનાવી હતી. બંને જગ્યાએ બાંધકામ કરવા માટે ભાગીદારી પેઢીના નામે બેન્ક ઓફ બરોડાની આત્મજ્યોતિ બ્રાંચમાંથી .૪૩ કરોડ રૃપિયાની લોન લીધી હતી.લોનની જવાબદારી મારા સાળા સુકુમારે લીધી હતી.તેમજ તમામ ભાગીદારોએ બાંહેધરી પત્ર લખી આપ્યુ હતુ કે, લોનની રકમ ફ્લેટોનું બાંધકામ કરી તેના વેચાણની રકમમાંથી  ચૂકવાશે.ત્યારબાદ બંને જગ્યાએ બાંધકામ શરૃ કરાવ્યુ હતુ.

(5:46 pm IST)