Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વડોદરા:વાઘોડિયા ચોકડી નજીકથી કામ પતાવી ઘરે પરત ફરતા યુવકને કાર ચાલકે હડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળેજ મોત

વડોદરા:બપોરે બાઇક લઇને ઘરે જમવા માટે જતા યુવકની બાઇકને આજવા હાઇવે  બ્રિજ પર  કારચાલકે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.બાપોદ પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

વાઘોડિયા ચોકડી નજીકની સાઇટ પર ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હરેશ ઉકાભાઇ પ્રજાપતિ ગઇકાલે બપોરે સાઇટ પરથી બાઇક લઇને ઘરે સમા કેનાલ પાસે શ્યામવાટિકા ફ્લેટમાં જમવા માટે જતો હતો.તે દરમિયાન,આજવા ચોકડી બ્રિજ પર એક કારચાલકે તેને અડફેટે લેતા તે રોડ પર ફંગોળાયો હતો.રોડ પર પડેલા હરેશ પર વાહનના ટાયર ફરી વળતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી  હતી.અને સ્થળ પર તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ.હરેશ મૂળ સુરતના વરાછા રોડ પર ભક્તિનગરમાં રહેતો  હતો.પરંતુ,છેલ્લા બે વર્ષથી તે વડોદરામાં સ્થાયી થયો હતો.અને ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો.બનાવની જાણ હરેશના પિતરાઇ ભાઇને થતા તેણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:47 pm IST)