Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સુરતના ગોડાદરા વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની રાત્રે થયેલ ઝઘડાની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો કરનાર ત્રણની રંગે હાથે ધરપકડ

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની રાતે થયેલા ઝઘડાની અદાવતમાં એક યુવાન ઉપર ગતસાંજે ત્રણ યુવાનોએ તલવાર અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા તેને બંને હાથ અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ગોડાદરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં નવાગામ ડિંડોલી શ્રીનાથનગર સોસાયટી પ્લોટ નં.481 માં રહેતા 49 વર્ષીય પત્રકાર આબાભાઇ ભીલાભાઇ સૈંદાણેના 23 વર્ષીય પુત્ર કરણ ઉપર ગતસાંજે 4.30 ના અરસામાં ગોડાદરા વિનાયક હાઇટસ તંદુરી મટકા ચા ની દુકાન સામે ગોડાદરા હરીઓમ નગરમાં રહેતા યશ ઉર્ફે સોનુ, અનીલ ઉર્ફે ભુરીયા અને પુરષોત્તમ ઉર્ફે છોટુએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરતા કરણને બંને હાથના ભાગે તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે ઢળી પડયો હતો. ત્રણેય હુમલો કરી ફરાર થઈ ગયા હતા. કરણને તેનો મિત્ર સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો.

(5:48 pm IST)