Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સુરતમાં ગભેણી ચોકડી નજીક કારમાં દારૂની હેરાફેરી કરતા પોલીસપુત્ર સહીત ચાર યુવાનને ઝડપી 50હજારની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

સુરત:શહેર પીસીબીએ શનિવારે મોડીરાતે ગભેણી ચોકડી પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા પોલીસપુત્ર સહિત ચાર યુવાનને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.50,400 ની કિંમતની વ્હીસ્કી અને વોડકાની 228 બોટલ સહિત રૂ.3.24 લાખનો મુદ્દામાલ કબજે કરી નવસારીથી દારુ ભરાવનાર સુરતના નાનપુરાના બુટલેગર નરેન્દ્ર ઉર્ફે અપ્પુ ઉર્ફે રવીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ સંતોષ પાટીલને મળેલી બાતમીના આધારે પીસીબીએ ગત શનિવારે મોડીરાતે ગભેણી ચોકડી પાસેથી પસાર થતી કાર ( નં. જીજે-15-સીડી-2362 ) ને અટકાવી જડતી લેતા તેમાંથી રૂ.50,400 ની કિંમતની વ્હીસ્કી અને વોડકાની 228 બોટલ મળી હતી. પીસીબીએ કાર ચલાવી રહેલા પોલીસપુત્ર કૃપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી ( ..24, રહે.બિલ્ડીંગ નં.એફ/96, ક્વાર્ટર નં.112, અઠવા પોલીસ લાઇન, અઠવાલાઇન્સ, સુરત. મુળ રહે.બાહીગામ, તા.ગોધરા, જી.પંચમહાલ ) ઉપરાંત આકીબ ઉર્ફે અલોન શફીક ખાન ( ..22, રહે.ફલેટ નં.2/4, ફાતેમા મંઝીલ, ગાર્ડન કોલોની, રૂદરપુરા, અઠવા, સુરત શહેર ), ઝાકીર ઇમરાન ચક્કીવાલા ( ..22, રહે. અચ્છીભાઇની ચાલ, રમેશ પાંવભાજીની ગલીમાં, ભાગાતળાવ, સુરત ) અને ઝૈબ અલી સૈયદ ( ..20, રહે.ઘર નં. 2/2562, સગરામપુરા તલાવડી, હિદાયત મસ્જીદ પાસે,સુરત ) ને ઝડપી લીધા હતા.

(5:49 pm IST)