Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સુરતના મોરાભાગળ વિસ્તારમાં ફ્લેટની બારી પાસે ઉભેલ પરિણીતાને બીભત્સ ઈશારા કરી પરેશાન કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના મોરાભાગળ જહાંગીરાબાદ કેનાલ રોડ પર રહેણાંક ફ્લેટની બારી પાસે ઉભેલી પરિણીતાને બિભ્તસ ઇશારા કરનાર ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીના રિલેશનશીપ મેનેજરની કારના કાચ તોડી નાંખી 45 હજારનું નુકશાન કરતા મામલો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે મેનેજર અને પરિણીતાના પતિની સામ-સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રાંદેર રોડ તાડવાડી સ્થિત નવી ઝોન ઓફિસ નજીક દિવ્યપ્રભા સોસાયટીમાં રહેતો અને ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં રીલેશનશીપ મેનેજર તરીકે ફરજ બજાવતો કિર્તન દિલીપ મહેતા (.. 36) ઘરેથી કાર વોશીંગ કરાવવા નીકળ્યો હતો. દરમિયાનમાં જહાંગીરપુરા-દાંડી રોડ સ્થિત 15 પેવેલીયનના વાસુપુજ્ય એપાર્ટમેન્ટની સામે પોતાની કાર નં. જીજે-5 આરડી-554 ઉભી રાખી એપાર્ટમેન્ટના ફ્લેટની બારી પાસે ઉભેલી મહિલા તરફ જોઇ બિભ્તસ ઇશારા કરી રહ્યો હતો. કિર્તનની હરકતો અંગેની જાણ પરિણીતાએ તેના પતિ નૈનેશ વસંત રેવર (.. 21 રહે. 303, વાસુપુજ્ય એપાર્ટમેન્ટ, કેનાલ રોડ, જહાંગીરાબાદ) ને કરી હતી અને ઓફિસથી આવતા જતા પણ હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું

(5:49 pm IST)