Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગાંધીનગરના શેરથા નજીક અડાલજ પોલીસે કારને અટકાવી 6.64 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે અડાલજ પોલીસે શેરથા પાસેથી કારને ઝડપી પાડી હતી અને જેમાંથી વિદેશી દારૃના ર૧૬૦ ટેટ્રા પેક સાથે રાજસ્થાનના બે શખ્સોને પકડયા હતા. દારૃ અને કાર મળી .૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૃ મોકલનાર આબુરોડના બે શખ્સો સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.     

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી આવા દારૃને પકડી રહી છે ત્યારે કલોલ પોલીસ ડીવીઝનના ડીવાયએસપી વી.એન.સોલંકી અને અડાલજ પોલીસ ઈન્સ્પેકટર ડી..ચૌધરીની સંયુકત બાતમીના આધારે પોલીસ ટીમે અડાલજ મહેસાણા હાઈવે ઉપર શેરથા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર પસાર થતાં તેને ઉભો રાખવાનો ઈશારો કર્યો હતો પરંતુ તેના ચાલકે કાર ભગાડી મુકતા પોલીસે પીછો કરીને તેને ઝડપી લીધી હતી. જીજે-૦૧-આરસી-૩૬૬૩ નંબરની કારના ચાલક જયંતિ મુલચંદ રોત રહે.કાકદરાડુંગરપુર અને તેની બાજુમાં બેઠેલા લોકેશ સુરેશજી મીના રહે.કલ્યાણપુરા ઉદેપુરને ઝડપી લીધા હતા. કારમાં તપાસ કરતાં વિદેશી દારૃના ર૧૬૦ જેટલા ટેટ્રા પેક મળી આવ્યા હતા. વિદેશી દારૃ માઉન્ટ આબુમાં રહેતાં વિનોદ સીંધીનો હોવાનું અને તેના માણસ ભંવરલાલે ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ રીગ રોડ ઉપર જઈ તેની ડીલીવરી આપવાની હતી. પોલીસે બન્ને શખ્સો સામે પણ ગુનો નોંધી કુલ .૬૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૃ કરી છે. 

(5:52 pm IST)