Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

તલોદના લવારી ગામે નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં ત્રણ શખ્સોએ ખેડૂત પર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

તલોદ: જર-જમીન અને જોરૂ... ત્રણે કજીયાના છોરૂ.. ઉક્તિને સમર્થન પૂરૂ પાડતો એક બનાવ તલોદ તાલુકાના લવારી ગામે બન્યો હતો. જેમાં ગામના ત્રણ શખ્સોએ રસ્તા બાબતે બોલાચાલી અને ગાળાગાળી કરી તકરાર કરી હતી. જેઓએ ગામના ૪૦ વર્ષની વયના એક ખેડૂત ઉપર હુમલો કરતા ઈજા થઇ હતી.

તલોદ પોલીસ દફતરે ગતરોજ રાત્રીએ નોંધાવા પામેલ ઘટનાની વિગત એવી છે કેતલોદ તાલુકાના લવારી ગામના ભિખુસિંહ ધીરસિંહ મકવાણા સાથે ગામના () સુરેશ શનસિંહ પરમાર () નરેશ શનસિંહ પરમાર અને () જીતેન્દ્ર દલપતસિંહ પરમારે રસ્તા બાબતે તકરાર કરી હતી. નજીવી બાબતમાં તકરાર દરમ્યાન ઉશ્કેરાઇ ગયા હતા. ત્રણે ઇસમોએ ભીખુસિંહને ગાળો બોલી મારા માર્યો હતો.

જ્યાં સુરેશ પરમારએ લોખંડની કોશનો ઘા ભીખુસિંહના ડાબા હાથના કાંડા ઉપર ઝીંકી દેતા ભીખુસિંહને ફ્રેકચર થવા પામ્યું હતું. નરેશ પરમારે ભીખુસિંહની કમરના ભાગે ઊંધું ધારીયુ ઝીંક્યું હતું... તેમજ જીતેન્દ્ર પરમારે ભીખુસિંહને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

તકરારના ગુનાની ફરિયાદ ભીખુસિંહએ નોંધાવેલ છે. જેની તપાસ હે.કો. રાજેશભાઇ ગફુલભાઇ (હરસોલ .પી.) ચલાવી રહ્યા છે.

(5:55 pm IST)