Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વિરમગામના મદદનીશ કલેક્ટર અને મામલતદાર દ્વારા કોવાક્સિન રસી લેવામાં આવી

કે બી શાહ વિનય મંદિર ખાતે વિરમગામ તાલુકાના કોરોના વોરીયર્સને રસી આપવામાં આવી રહી છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વૈશ્વિક કોવિડ ૧૯ મહામારીને હરાવવા માટે કોવિડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરની કે બી શાહ વિનય મંદિર ખાતે કોવાક્સિન વેક્સીનેશન કરવામાં આવ્યુ હતુ. સોમવારે વિરમગામ પ્રાન્ત મદદનીશ કલેક્ટર સુરભી ગૌતમ અને મામલતદાર યોગરાજસિંહ જાડેજા સહિતના કોરોના વોરીયર્સને કોવાક્સિન વેક્સિન આપવામાં આવી હતી. કોવિડ રસીકરણ કેન્દ્ર પર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, અર્બન હેલ્થ ઓફિસર ડૉ.રવિન્દ્રસિંહ વાઘેલા દ્વારા કામગીરીનું સઘન સુપરવિઝન કરવામાં આવ્યું હતું

 . અત્રે ઉલ્લેખનીય છે કે કોવાક્સિન વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.

(6:27 pm IST)