Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ધરમપુર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગ રૂપે જન જાગૃતતા રેલી નીકળી

હેલ્મેટ પેહરી નિયમોનું પાલન કરનાર વાહન ચાલકને ગુલાબ આપી સન્માનિત કરાયા :ધરમપુર પીએસઆઈ એ.કે.દેસાઈ અનેક જાગ્રુતિના કાર્યકમ કરતા હોઈ છે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં આર.ટી.ઓ અને વલસાડ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ ની ઉજવણી તારીખ 18 જાન્યુઆરી થી 17 ફેરબ્રુઆરી દરમ્યાન કરવામાં આવી રહી છે જે અંતર ગત અને કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ધરમપુર પોલીસ લોક મંગલં ચેરીટેબલ ટ્રસ્ટ  અને બી.આર.સી કોલેજ બીલપુડી અને એન.સી.સી ના કેડેટ ના સહયોગ દ્વારા આજે ધરમપુર નગર માં એક જન જાગૃતતા રેલી નું ભવ્ય આયોજન ધરમપુર ના પી.એસ. આઈ એ. કે .દેસાઈ ની આગેવાની માં આયોજિત કરવામાં આવ્યું હતું આ રેલી ધરમપુર ત્રણ દરવાજા થઇ ને પાલિકા કચેરી રોડ હેડ ગોવાર ચોક થઇ ગાંધી બાગ ઝંડા ચોક થઇ સમડી ચોક થઇ ને પરત બજાર થઇ પોલીસ મથકે પૂર્ણ થઇ હતી હાથ મેં વાહન ચાલકો ને જગ્રુતતા માટે વિવિધ બેનરો સાથે નીકળેલ આ રેલી માં એન.સી.સી અને બી.આર.સી ના વિધાર્થીઓ દ્વારા સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા તો માર્ગ માં નીકળેલી રેલીમાં સામે હેલ્મેટ પેહરી કે વાહનો માં સીટ બેલ્ટ બાંધી ને ફરતા વાહન ચાલકો ને આર.ટી.ઓ ના નિયમો નું પાલન કરવા માટે પી.એસ.આઈ એ.કે. દેસાઈ એ ગુલાબ ના ફૂલ આપી ને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા .નોંધનીય છે કે દર વર્ષે 5 લાખ થી વધુ રોડ અકસ્માતો માત્ર ટ્રાફિક રૂલ્સ ફોલો ન કરવાનાને કારણે થતા હોય છે જયારે દર વર્ષે દોઢ લાખ થી વધુ લોકો અકસ્માત માં પોતના જીવ ગુમાવે છે તેમ છતાં પણ લોકો ટ્રાફિક ના નિયમો નું પાલન કરતા નથી લોકો માં જગ્રુતતા આવે તે માટે દર વર્ષે જાન્યુઆરી માસ માં માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી

(9:14 pm IST)