Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સ્ટેટ GST વિભાગની મોટી કાર્યવાહી: અમદાવાદમાં પાન-મસાલા અને મોરબી સિરામિકમાં 22,49 કરોડની કરચોરી અંગે પાંચ લોકોની ધરપકડ

અમદાવાદ : સ્ટેટ GST વિભાગ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રૂપિયા 22 કરોડ 49 લાખની કરચોરી સદર્ભે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોરબી સિરામિકમાં GST ચોરીના કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિલ વગર સિરામિકનો માલ ગુજરાત બહાર મોકલવામાં આવતો હતો. મહત્વનું છે કે, મોરબી એ સિરામિકનું હબ કહેવાય છે. જ્યાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ થતા હોય છે. જેને લઈને GSTની તાકતી નજર રહેતી હોય છે. રૂપિયા 39 કરોડ 89 લાખનો માલ મોકલી રૂપિયા 7 કરોડ 18 લાખની કરચોરી કરી હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદમાં પાન-મસાલાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ પાન-મસાલાની પણ બિલ વગર સપ્લાય થતી હતી. જેના પર પણ GSTની ટીમે દરોડા પાડી કાર્યવાહી કરી છે. પાન મસાલામાં રૂપિયા 15 કરોડ 31 લાખની કરચોરી ઝડપાઇ છે.

(11:50 pm IST)