Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડના નિર્ણયને આવકારી દીકરી તથા ભત્રીજાની દાવેદારી પાછી ખેંચી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નિવાસી ભરૂચ સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા એ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડના નિર્ણયને આવકારી કોઈપણ નેતાના પરિવારમાંથી તાલુકા,જિલ્લા કે નગર પાલિકાની સીટ પરથી ઉમેદવારી કરવી નહીં ના પાર્ટીના આ નિર્ણયને સમર્થન આપી તેમના પરિવારમાંથી પ્રીતિબેન વસાવાએ તાલુકા પંચાયત વડીયા અને જિલ્લા પંચાયત આમલેથા સીટ પરથી તથા ભત્રીજા હસમુખભાઈ વસાવાએ ગરૂડેશ્વર તાલુકાના નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી જે દાવેદારી કરી હતી તે દાવેદારી તેમના પરિવારના બંને સભ્યોમાં દીકરી તથા ભત્રીજાની પાછી ખેંચી અને પાર્ટીમાંથી અન્ય જે કોઈપણ ઉમેદવારનું નામ આવશે, તેને તેમનો પરિવાર અને સ્નેહીજનો પૂરી તાકાતથી તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે તેમ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું

(12:36 am IST)