Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે પહેલા દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ઉમેદવારી નોંધાવવા જાણે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય 110 ફોર્મ વેચાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકામાં આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હોય પ્રથમ ફોર્મ રાજપીપળા નગરપાલિકાના નિવૃત કર્મચારીએ અપક્ષ ઉમેદવાર તરીકે ભરીને શ્રીગણેશ કર્યા જ્યારે આખા દિવસમાં ત્રણ ફોર્મ ભરાયા છે.

 રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા જાણે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય 110 ફોર્મ વેચાયા છે.જેમાંથી હાલ ત્રણ ફોર્મ ભરાયા 13 તારીખ સુધી કેટલા ફોર્મ ફોર્મ ભરાય છે તે જોવું રહ્યું. હાલ અપક્ષ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરીએ ફોર્મ અને વિવિધ ડોક્યુમેન્ટ મેળવવા પડાપડી થઈ રહી છે.એક ઉત્સાહ ઉમેદવારો અને ટેકેદારોમાં જોવા મળી રહ્યો છે. જોકે કોંગ્રેસ ભાજપ બંને એ એક પણ ઉમેદવાર જાહેર નહીં કરતા હાલ અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા પણ આવનારી સ્થાનિક સ્વારાજ્યં ની ચૂંટણી ને લઈ તમામ તૈયારીઓ આટોપી  દીધી છે લોકો ને મતદાન જાગૃતિ માટે પણ ઘરેઘરે જઈ સમજણ આપવામાં આવી રહી છે ચાલુ વર્ષે બેલેટ પેપર પર મતદાન નહિ કરવામાં આવે જે માટે EVM મશીન ની જાણકારી પણ લોકોને આપવામાં આવી રહી છે.
રાજપીપળા પાલિકા મુખ્ય ચૂંટણી અધિકારી,કે.ડી.ભગતે જણાવ્યું હતું કે અમે જરૂરી સુરક્ષા સાથે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરી છે.અત્યાર સુધી 2 ફોર્મ.આવ્યા છે. વોર્ડ 1 અને વોર્ડ 2 માંથી અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી ના 3.30 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે ત્યારબાદ ચકાસણી કરવામાં આવશે.

(12:44 am IST)