Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજપીપળા અને ગરુડેશ્વર પો.સ્ટે.વિસ્તારની ૩ ચોરીના ગુનાઓમાં નાસતા ફરતા ૪ આરોપીઓને ઝડપી પાડતી નર્મદા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક,નર્મદાની સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા સારૂ તેઓના રહેણાંક તથા આશ્રયસ્થાનો તથા બાતમીદારોથી પાડવા મધ્યપ્રદેશ ખાતે સી.એમ.ગામીત પો.સ.ઇ. કેવડીયા  તથા તેમની ટીમને મધ્ય પ્રદેશ ખાતે રવાના કરવામા આવેલ જે દરમ્યાન સી.એમ.ગામીત પો.સ.ઇ. કેવડીયા એ તથા તેમની ટીમ મારતફે રાજપીપળા તથા ગરુડેશ્વર પો.સ્ટે.ચોરીના ત્રણ ગુનામાં નાસતા ફરતા ( ૧ )કાદુભાઇ સગલીયાભાઇ તોમર( રહે.કુહા તા.કઠીવાડા જી. અલીરાજપુર( મધ્યપ્રદેશ ) ( ૨ ) કેદુભાઇ ડુંગરીયા ભાઇ ચૌહાણ (રહે,કુહા તા. કઠીવાડા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ )( ૩ )પંકજભાઇ ઇંદરસિંગ તોમર (રહે.પનાલા, જી. અલીરાજપુર), ( ૪ ) નરેશભાઇ સવેસિંગભાઇ તોમર( રહે. કુહા લુહાર ફળિયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ )ને ઝડપી પાડી રાજપીપળા પો.સ્ટે.તથા ગરુડેશ્વર પો.સ્ટે.ના ગુનામાં સોપી કાયદેસર કાર્યવાહિ કરવામાં આવી છે .

(12:50 am IST)