Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજપીપળા નગરપાલિકાના બાકી લ્હેણાંને લઈને બંને પાલિકા પૂર્વ પ્રમુખોને ડિસ્ટિક કોર્ટે આપ્યો સ્ટે : ભરત વસાવા અને મહેશ વસાવા ચૂંટણી લડી શકશે

પૂર્વ જિલ્લા કલેક્ટરે ભાજપના ઇસારે અમારા પર રીશ રાખી આ કૃત્ય કર્યું પરંતુ અમને સ્ટે મળ્યો હોય ન્યાય તંત્ર પરનો વિશ્વાસ અમારો દ્રઢ થયો : ભરત વસાવા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપલા નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ વચ્ચે ઉમેદવારો ફોર્મ ભરવા પડાપડી કરી રહ્યા છે ત્યારે પાલિકામાં સૌથી મોટું કદ ધરાવતા પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા અને મહેશ ભાઈ વસાવાને પાલિકામાં બાકી લહેણું હોય એ મુદ્દે પાલિકા મુખ્ય આધિકારીએ NOC આપવાની ના પડતા તેઓ ચૂંટણીનું ફોર્મ ભરી શકેશે નહિ એ વાતે નગરમાં રાજકારણ ગરમાયુ હતું જોકે આ બાકી લહેણાનો કેશ બાબતે રાજપીપળાની એડિશનલ ડિસ્ટિક કોર્ટમાં અપીલ કરી સ્ટે માંગતા ડિસ્ટિક કોર્ટે સ્ટે આપતા બંને ઉમેદવારોને હવે NOC મળશે અને જેના આધારે તેઓ ચૂંટણીનું ફોર્મ ભરી ચૂંટણી લડી શકાશે. 

  પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા નગર પાલિકામાં વર્ષોથી અપક્ષ જૂથોનો દબદબો રહ્યો છે. ત્યારે 2014-15માં રાજપીપલા નગરપાલિકામાં વહીવટદારને લઈને અનેક વિવાદો થયા હતા. જેથી જેતે સમયે જિલ્લા કલેક્ટરે ખાસ ટીમ મૂકી પાલિકાના હિસાબોનું ચેકીંગ કરવામાં આવ્યું જેમાં જેતે સમયે લગભગ 11 મુદ્દા ટાંકી પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા પર 26 લાખ અને કારોબારી ચેરમેન ભરતભાઈ વસાવા પર 26 લાખની રિકવરી કાઢવામાં આવી હતી જેથી 2018માં આ રિકવરી સામે બંને અપીલમાં ગયા હતા. જે કેશ ચાલુ છે ત્યારે આ રિકવરીને આગળ ધરી હાલની ચૂંટણીમાં તેમને એન.ઓ.સી.ન મળે તેઓ ચૂંટણી ફોર્મ ના ભરી શકે જે બાબત સામે આવતા સોમવારે તેમની અપીલની તારીખ હોય જેમાં મહેશ વસાવા તરફેણમાં એડવોકેટ અનિરુદ્ધ પંડ્યા અને ભરતભાઈ વસાવા તરફેણમાં એસ કે જોશી દ્વારા અપીલ કરવામાં આવતા નામદાર ડિસ્ટિક કોર્ટમાં બંને વકીલોએ આ રિકવરી છે તે સામાન્ય સભામાં અને કારોબારીમાં તમામ સભ્યો વચ્ચે લેવાયેલો નિર્ણય હોવાની રજુઆતને કોર્ટે મંજુર રાખી સ્ટે આપવામાં આવતા તેમનો હવે ચૂંટણી લડવાનો રસ્તો આસાન થયો છે.

 અમો અપક્ષ કોંગ્રેસ સત્તા ને દૂર કરવા ભાજપના ઇસારે તત્કાલીન કલેક્ટર દ્વારા આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે કલેક્ટર નિયામક તરીકે ગાંધીનગર હોય અંગત રાગદવેશ રાખી આ રિકવરી પણ કાઢવામાં આવી જોકે એકદમ ખોટી રીતે ઉપજાવી કાઢેલો કેશ છે 2018 માં અમે અપીલ કરી હાઇકોર્ટના એડવોકેટ બી.એમ. મંગુકિયા બેલા બેન અને એસ,કે જોષીની ધારદાર રજુઆતે આજે મને ન્યાય મળ્યો છે આ સ્ટે મળતા ન્યાય તંત્ર પર મારો વિશ્વાશ દ્રડ બન્યો છે તેમ ભરત વસાવા (પૂર્વ પ્રમુખ રાજપીપલા પાલિકા )એ જણાવ્યું હતું

 ભાજપ ના ઇસારે અમે ચૂંટણી ના લડી શકીયે એ માટે આ કેશ આગળ કરવામાં આવ્યો પરંતુ અમે સ્ટે લાવ્યા હવે અમે ચૂંટણી લડીશું અને પાલિકા માં કેટલો ભ્રસ્ટાચાર કોણે કર્યો એ બતાવીશું અમારી પર આ રિકવરી ખોટી રીતે લગાવી છે તેમ મહેશ વસાવા (પાલિકા પૂર્વ પ્રમુખ )એ જણાવ્યું હતું 

(12:52 am IST)