Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

U-20 સમીટ : અમદાવાદના માર્ગો વોલ પેઇન્‍ટીંગથી શણગારાયા

U-20 સમીટનો કાલથી પ્રારંભ થવાનો છે ત્‍યારે આ પહેલા અમદાવાદના માર્ગો પર વોલ પેઇન્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. ગુજરાતની ભાતીગળ સંસ્‍કૃતિને જળહડીત કરવા માટે અલગ અલગ પેઇન્‍ટિંગ્‍સ દોરવામાં આવ્‍યા છે. જેમાં વેલકમ ટુ અમદાવાદ હેરિટેજ સીટી અમદાવાદ મેટ્રો ટ્રેન અને ગાંધી આશ્રમના પેઇન્‍ટિંગ દોરવામાં આવ્‍યા છે. વિદેશી મહેમાનોનું સ્‍વાગત તેમજ તેમને આકર્ષવા માટે અમદાવાદના અલગ અલગ વિસ્‍તારને વોલ પ્રિન્‍ટિંગ કરવામાં આવ્‍યા છે.જેમાં અમદાવાદના સિંધુભવન વિસ્‍તારમાં પણ વોલ પેઇન્‍ટિંગ કરવામાં આવી છે. G20 બાદ હવે U-20નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્‍યારે અમદાવાદની દીવાલો પેઈન્‍ટિંગથી શણગારવામાં આવી છે

 

(3:35 pm IST)