Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

અમદાવાદમાં નાની ઉંમરના બાળકો પણ નશીલા પદાર્થના રવાડે ચડયાઃ રસ્‍તા ઉપર બાળકનો લથડિયા ખાતો વીડિયો વાયરલ

નશાની લતમાં બાળપણ બરબાદ થતા ભારે ચિંતા

અમદાવાદઃ અમદાવાદમાં નાની ઉંમરના બાળકો નશાના રવાડે ચડી જતા ભારે ચિંતા પ્રસરી છે.

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસના નાક નીચે ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો વીડિયો હવે ગુજરાતની ગલીએ ગલીએ ફેલાયો છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ એટલું ફેલાયું છે કે, યુવા વર્ગ તો નશામાં ડૂબ્યો જ હતો. પરંતું હવે નાની ઉમરના બાળકો પણ નશીલા બની રહ્યાં છે. અમદાવાદમાં રસ્તા પરથી જતા બાળકનો લથડિયા ખાતો વીડિયો દરેક ગુજરાતી માટે ચોંકાવનારો વીડિયો છે. તમને થશે કે, નાની ઉંમરનો બાળક રસ્તા ઉપર નશાની હાલતમાં? શું ગુજરાતમાં નશાની લતમાં બાળપણ બરબાદ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરનો આ આંખ ખોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. નશામાં ડુબેલો અને હાથમાં સિગરેટ પીતા બાળકનો વીડિયો થયેલો આ વાયરલ કેમ ગુજરાત પોલીસને હજુ સુધી જોવા મળ્યો નથી.

ગુજરાતનાં દરેક માતાપિતા માટે ચેતવતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં અમદાવાદના જાહેર રસ્તા પર નશામાં લથડિયાં ખાતો એક બાળક દેખાઈ રહ્યો છે. શું આટલા નાના બાળકે દારૂ કે ડ્રગ્સનો નશો કર્યો હશે? લથડિયાં ખાતા બાળકનો સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શું નશાની લતમાં બાળપણ બરબાદ થઈ રહ્યું છે.

નાની ઉંમરનો બાળક રસ્તા ઉપર નશાની હાલતમાં દેખાઈ રહ્યો છે. ત્યારે આવા બાળકોને નશો કરાવવો કેટલો યોગ્ય. કેમ માતાપિતા પોતાના સંતાનોનું ધ્યાન નથી રાખતા. તો સાથે અમદાવાદમાં પણ ડ્રગ્સ અને દારૂનું દૂષણ એટલુ ફેલ્યું છે કે સરળતાથી મળી રહે છે. ત્યારે નશાની લતમાં બાળપમ બરબાદ થઈ રહ્યું છે.

(5:16 pm IST)