Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

અમદાવાદ:વટવા વિસ્તારમાં મધરાત્રે મિત્રને મળવા આવેલ યુવકને સિકયુરીટી ગાર્ડે મનાઈ કરતા ઉશ્કેરાયેલ શખ્સનો ગાર્ડ પર હુમલો

અમદાવાદ: વટવામાં મધરાતે મિત્રને મળવા આવેલા યુવકને સિક્યુરિટી ગાર્ડે સોસાયટીમાં જવાની ના પાડી હતી. ઉશ્કેરાઇને યુવકે વાચમેનને લાકડીથી મારા મારતા હાલમાં તે સારવાર હેઠળ છે, વોચમેનને હાથે ફ્રેકચર થયું હતું અને માથામાં આઠ ટાંકા આવ્યા હતા. બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની વિગત એવી છેે કે વટવામાં આસોપાલવ સોસાયટીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે વટવા મહાલક્ષ્મી તળાવ પાસે મંથન -૨૨૨માં  નોકરી કરતા રામકિશન હુકમસિંહ જાટ (..૭૦) વટવા પોલીસ સ્ટેશનમાં વટવા બચુબાઇના કુવા પાસે રહેતા ધુ્રવ સંજયભાઇ ભદોરિયા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મધરાતે તેઓ નોકરી ઉપર હાજર હતા ત્યારે આરોપી આવ્યો હતો અને તેના મિત્રને મળવા જવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ મધરાતે સોસાયટીમાં જવા દેવાનો ઇન્કાર કર્યો હતો જેથી યુવક ક્યાંકથી લાકડી લઈને આવ્યો હતો અને વૃધ્ધ વોચમેનને નીચે પાડીને લાકડીના ફટકા મારીને ઢોર  માર મારીને નાસી ગયો હતો. ંગભીર રીતે  ઘાયલ વોચમેનને સારવાર માટે  એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેઓને હાથે ફ્રેકચર  થયું હતું અને માથામાં આઠ ટાંકા આવ્યા હતા. ઘટના અંગે વટવા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(7:06 pm IST)