Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ભરૂચની થવાં ગામની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાનો વૈશ્વિક ડંકો : વર્ષ 2026 માં યોજાનાર ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

9મી નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત મેડલ મેળવતી ભરૂચ જિલ્લાના થવા ગામની દ્રષ્ટિ વસાવા: ગુજરાત રાજ્યમાંથી 8 વિધાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા

અમદાવાદ :ગુજરાતના પ્રાચીન નગર એવા ભરૂચના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ વસાવા. આમ જોઈએ તો સામાન્ય કદ અને કાઠીમાં ઓછપ દેખાતી પણ આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાની સ્ટોરી ફિલ્મી દુનિયાની સ્ક્રીપ્ટમાં આવતાં વણાકની માફક લટાર મારી વાસ્તવિક બનતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી, પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે જીત ની જીદને વરેલી યુવાનીના ભરપૂર જોમ- જુસ્સાનું પરિણામ આપતી સફળ યાત્રા છે.

ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવાં ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા. તે આવનારા વર્ષ 2026 માં દરિયાપાર યોજાનાર ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રથમવાર યજમાની કરશે.

આ સફળ યાત્રાના મુખ્ય પ્રણેતા તો આઇસ ગર્લના માતા – પિતા ઓછું શિક્ષણ અને સંકુચિત માનસિકતા ધરાવતા વિસ્તારમાં હકારાત્મક અભિગમથી નાનકડી દ્રષ્ટિને કરિયર તરીકે રાજ્યમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે જવલ્લે જ રમાતી રમતને કારકિર્દી તરીકે માન્યતા આપી. રમતમાં મહારથ હાંસલ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું તથા પોતાની દિકરીની ક્ષમતામાં વિશ્વાસ મૂક્યો. પોતાના માતા પિતાના વિશ્વાસને સાચા અર્થમાં સાર્થક કરી બતાવીને આજે તેનું પરિણામ આ રમતમાં પોતાના કાંડાનું કૌવત્ત બતાવીને 9મી નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત મેડલ મેળવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઇન્ડિયન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજીત 9મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-2023 નું ગુલમર્ગ કાશ્મીર ખાતે 2 થી 4 ફેબ્રઆરી યોજાઈ હતી. જેમાં ભારતના 18 રાજ્યએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યમાંથી 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ , 2 સિલ્વર, 1 બ્રોન્ઝ અને ટીમ ટાર્ગેટમાં 1 સિલ્વર, 2 બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી 9મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિમયનશિપ-2023માં ગુજરાત રાજયને નામનાં અપાવી હતી. આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપમાંગુજરાત રાજ્યમાંથી 8 વિધાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા છે.

પોતાના અનુભવને આગળ વધારીને સિનિયર ગર્લ દ્રષ્ટિ વસાવા તથા ગુજરાતની ટીમના કોચ વિકાસ વર્માએ પુરી ટીમ તૈયાર કરી કુલ 20 ખેલાડીની ટીમ સાથે પુરા આત્મવિશ્વાસથી રમતમાં પોતાનું કૌશલ્ય દાખવતા ગુજરાત તરફથી ભાગ લીધો હતો. પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે કાશ્મીરનું તાપમાન માઇન્સ 7 ડિગ્રી હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ ખૂબ સારૂ પ્રદર્શન કરી દરેક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમને આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસીએશન ગુજરાતના પ્રેસિડેન્ટ મહેશભાઈ વસાવા અને સેકેટરી રંજનબેન વસાવા તરફથી શુભેચ્છા પાઠવી હતી.

સિનિયર ગર્લમાં હિવા પ્રજાપતિ, હેત્વી બલર, રવિના પ્રસાદ, વનશ્રી દેસાઈ જુનિયર બોયમાં મંતવ્ય ચલોડિયા, પ્રિન્સ પટેલ, પ્રિયદર્શન તિવારી, સિનિયર ગર્લમાં સીમરન અગ્રવાલ, અંકિતા વારલેકર, દ્રષ્ટિ વસાવા, ઈસા વર્મા, ઇવા પટેલ, સિનિયર બોયમાં વિકાસ વર્મા, પ્રવીણ શર્મા, મિહિર પટેલ, નિખિલ શર્મા, પૃથ્વી ભોંયે, ધર્મેશ વાર્લેકર, વિષ્ણુ કેજરીવાલનો સમાવેશ થાય છે.

આઇસ સ્ટ્રોક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટાર્ગેટ અને લોન્ગ ડિસ્ટન્સ બન્નેમા દ્રષ્ટિ ભાગ લીધો હતો. આ રમતમાં બે થ્રો વચ્ચે 30 મીટર જેટલું અંતર હોઈ છે. અને આઈસ સ્ટોકનું વજન અંદાજે 6 થી 10 કિલોગ્રામ હોઈ છે. વિભાગ પ્રમાણે અપડેટ્સ આ રમતમા પણ હોઇ છે.

(8:20 pm IST)