Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

નિકોલી ગામમાં ટોળા વળી માસ્ક વગર બેસી જાહેરનામાનો ભંગ કરનારા 05 ઝડપાયા 01 નાસી છૂટ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નિકોલી ગામમા ટોળાં વળી માસ્ક વિના બેસી જાહેરનામા નો ભંગ કરનારા પાંચ વ્યક્તિઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા જયારે એક નાસી છૂટ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પોલીસ જાહેરનામા બાબતે ચેકિંગ માં નીકળી હોય તે સમયે નિકોલી ગામમાં ( 1 ) અક્ષયભાઇ અરવિંદભાઇ પટેલ ( ર ) તેજશભાઇ ભુપેન્દ્રભાઇ ભાઇ પટેલ ( 3 ) ભાર્ગવકુમાર ઉમેશભાઇ પટેલ ( ૪ ) હર્ષભાઇ મુન્નાભાઇ પટેલ તમામ રહે.નિકોલી તા.નાદોદ ગામની બહાર મંદિરની સામે આવેલ ઝાડ નીચે માસ્ક પહેર્યા વગર ટોળા વળી બીન જરૂરી કામ વગર ઘરની બહાર નિકળી પકડાય ગયેલ તથા કિરિટભાઇ પ્રજાપતિ નામના વ્યક્તિ નાસી ગયા હોય આ તમામ વિરુદ્ધ આમલેથા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.

(10:35 pm IST)