Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વેલછડી ગામની સીમમાં જુના ઝગડાની અદાવતે સાઈકલની ચેઇન મારી ઇજા કરનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વેલછડી ગામની સીમમાં જુના ઝગડાની અદાવત રાખી માર મારનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેલછડી ગામના વિનોદભાઇ મનજીભાઇ વલવી ની ફરિયાદ મુજબ તેઓ પોતાની એક્ટીવા લઇને પોતાના મામા સસરાના ખેતરે આવેલ તે વખતે સાગરભાઇ વસાવા, વિશાલભાઇ વસાવા તથા અજયભાઇ વસાવા, ત્રણેય રહે , ગોપાલપુરા તા.નાંદોદ એ વિનોદભાઈ ને એકલા જોઇને ગઇ તા .૦૪ એપ્રિલ ના રોજ વેલછડી ગામમાં લગ્ન પ્રસંગમાં ઝઘડો થયેલ તેની અદાવત રાખીને ડંડા વડે માથામાં તથા સાયકલની ચેઇન વડે પીઠના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:42 pm IST)