Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા જિન કમ્પાઉન્ડમાં શાક માર્કેટ હટાવવા નિરીક્ષણ કરાયું

મામલતદાર, પાલીકા પ્રમુખ, ચીફ ઓફિસર પી.આઈ. સહિતનાઓએ જિન કમ્પાઉન્ડમાં માર્કેટ ખસેડવા નીંર્ણય લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર ચિંતાતુર બન્યું છે ત્યારે સૌથી વધુ ભીડ મુખ્ય શાકમાર્કેટ માં જોવા મળતી હોવાથી કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ના ભાગરૂપે પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,ચીફ ઓફિસર મકવાણા એ આ બાબતની ચર્ચા વિચારણા કર્યા બાદ મામલતદાર પાલિકાના મુખ્ય અધિકારી અને પી.આઈ.સાહિતનાઓએ આજે શાકમાર્કેટ માટેની જગ્યા નક્કી કરવા વાટાઘાટો કરી અંતે જિન કમ્પાઉન્ડ ની જગ્યા યોગ્ય જણાતા ત્યાં મુખ્ય માર્કેટ ખસેડવા તજવીજ હાથ ધરી હતી.જેમાં નાંદોદ મામલતદાર પરમાર,ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા,ઇન્ચાર્જ ટાઉન પી.આઈ.બી.આર.વસાવા પાલીકા ઉપપ્રમુખ રવિ માછી તેમજ પાલીકા ના એસ આઈ સની માત્રોજા એ જિન કંપાઉન્ડ ની વિઝીટ કરી હતી.ત્યાં શાક માર્કેટ ખસેડવા નીંર્ણય લીધો હતો.

(9:06 am IST)