Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ભડકે બળતા શાકભાજીના ભાવ : ગૃહિણીઓની વધી ચિંતા

એવરેજ દરેક શાક ૯૦ થી ૧૦૦ રૂપિયે કિલો પહોંચ્યું

અમદાવાદ તા. ૮ : ઉનાળાની શરુઆત થતાં જ શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં  ૧૦થી ૨૦નો વધારો થયો છે. ઉનાળાની ગરમી લોકોને અકળાવી રહી છે. બીજી તરફ  ગરમીની સાથે સાથે શાકભાજીના વધેલા ભાવો ગૃહિણીઓને  પરેશાન કરી રહ્યા છે. વેપારીઓનું માનીએતો ગરમીમાં શાકભાજીની આવક ઘટતા ભાવો વધ્યા છે. શીયાળુ પાક બજારમાંથી જતો હોય છે જયારે ઉનાળુ પાક આવતો હોય છે અને આથી આ સમયે ભાવ વધતા હોય છે.

હોલસેલ માર્કેટમાં ભાવ વધારો થતા રીટેઇલમાં પણ તેની અસર થાય છે. રીટેઇલ બજારમાં ભાવ અલગ અલગ હોય છે. વિસ્તાર પ્રમાણે ભાવ પણ બદલાય છે. પરંતુ એવરેજ દરેક શાક ૯૦થી ૧૦૦ રૂપિયે કિલો પહોંચ્યુ છે.

હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે તેવામાં રોજીંદી જરૂરીયાતસમા શાકભાજીના ભાવો પણ લાકડા જેવા થઇ જતા સામાન્ય માણસનું જીવન દુષ્કર બની ગયું છે.

(10:13 am IST)